Skip to main content

New Post

 Realme 9 pro

સંબંધની વેલ


તારી વાતોની વેલથી શણગાર હૈયું..
શબ્દોના પાનમાં વ્હાલથી લખ "પિયુ".
કૂંપળની નીતિથી અપનાવ પરિવાર,
મૂળની જેમ દરેકને આપ આવકાર.
મંદ મંદ ખુશ્બુની જેમ મહેકાવ પ્રેમ..
વર્ષો સુધી યાદ રહે તેવી બનાવ ફ્રેમ.
ઓક્સિજન રૂપી મળશે વડીલોના આશિષ.
દરેકના દિલમાં સ્થાન પામીશ તું એથી વિશેષ.

Comments

Popular Posts