Skip to main content

New Post

 Realme 9 pro

સંબંધના નામ પર

શું શું ખોવ્યું આ સંબંધના નામ પર...
સંબંધ પણ બદલાઈ ગયા જરૂરિયાતના નામ પર.
જરૂરતે-જરૂરતે બદલાઈ ગયા...
સંબંધ પ્રેમના નામ પર.
સંબંધના નિયમ પણ બદલાયા છે...
સંબંધના નામ પર.
દિવસે-દિવસે અલ્પ થઈ રહ્યા છે...
આપસનાં પ્રેમ આ સંબંધના નામ પર.
પ્રેમ, નફરત અને છળ-કપટ બધું જ કરે છે...
માણસ આ સંબંધના નામ પર.
જ્યાં જોવો ત્યાં કાવા-દાવા જ થયા કરે છે...
ક્યાંથી મીઠાશ આવે સંબંધોમાં.
તેથી જ બદનામ થાય છે માનવી...
આ સંબંધના નામ પર.
હવે તો જીતવો હોય સંબંધ તો સપનામાં જીતો,
દુનિયા તો ટાંટિયા જ ખેંચશે...
આ સંબંધના નામ પર.
સફળ થવું સંબંધમાં પણ...
હવે એતો સપનામાં જ રહ્યું છે...
હકીકતના નામથી તો બદનામ જ થવાય છે...
આ સંબંધના નામ પર.

Comments

Post a Comment

Popular Posts