Skip to main content

New Post

 Realme 9 pro

ફિલ્મ્સ અને ક્રિટિક્સ


સિનેમા અને વિવેચક.
મિત્રો આજે આપણે એક એવા સમયમાં છીએ. જેમાં ફિલ્મો અને મ્યુઝિકનું આગવું સ્થાન ધરાવીએ છે. તેના વગર લાઈફ પુરી તો ના જ કહેવાય પરંતુ અધૂરી જરૂર લાગે...પણ કોઈએ વિચાર્યું કે આજે કેટલી બધી મૂવીઝ એક જ વીકમાં રિલીઝ થાય અને એક વિક પણ ના ચાલે અને મલ્ટીપ્લેક્સમાંથી ઉતરી જાય.... રાત-દિવસની મહેનત અને કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ફિલ્મ એક વિક પણ ન ચાલે ત્યારે તેની પાછળ થયેલી મહેનત, રૂપિયા અને સમયની ફાળવણીને કોઈ જોતું નથી. પિક્ચર ઉડી ગયું એટલે એના વિશે કોઈ વાત શુદ્ધા નથી કરતું. અને હાલના સમયમાં તો માત્ર ત્રણ દિવસમાં જ ફેંસલો થઈ જાય કે મુવી કેટલું ચાલશે અને તે કેટલા રૂપિયા કમાયું?
કારણ?
કારણ એજ કે હાલનું યુથ અને ક્રિટિક્સ.
બન્ને એકબીજાના પૂરક છે. ફિલ્મ રિલીઝ થાય કે ન્યુઝ ચેનલ્સ, સોશિયલ મીડિયા, રેડિયો પર ઇન્સ્ટન્ટ રિવ્યું આવી જાય કે આ મુવી જોવા જેવી છે કે નહિ!
અને આપણે પણ ગાંડાની માફક એ ક્રિટિક્સના રિવ્યુ જોયા વગર તો મુવી જોવા જતા નથી. અને એમાં પણ સિગારેટ અને કટિંગ ચા પર રોજના બસ્સો-ત્રણસો રૂપિયા ખર્ચ કરવા વાળું યુથ હમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ક્રિટિક્સ સાથે એગ્રી થાય છે કે સામેથી રિવ્યુ પૂછે છે.
શું તમારી ને મારી પસંદ એકસરખી હોઈ શકે?
ના, ન હોઈ શકે. કેમ કે જે વ્યક્તિને એક્શન પસન્દ હોય તેણે લવ સ્ટોરી ન પણ ગમે અને જેને લવ સ્ટોરી કે કોમેડી મૂવીઝ પસંદ હોય તેને કદાચ એક્શન મુવી ન પણ ગમે.
પહેલાના જમાનામાં ક્રિટિક્સ હતા પણ તેઓ આટલી ઝડપથી કે વલ્ગર રિવ્યુ ક્યારેય નહતા આપતા. અને અત્યારે તો ક્રિટિક્સને મુવી ગમે તો પોઝિટિવ રિવ્યુ આપે અને ન ગમે તો ઉપરથી તમને પણ એમ કહેતા જાય કે આ મુવી તો સાવ બકવાસ છે, મેં હિમ્મત કરીને જોયું.
અરે ભાઈ/બહેન તમને ત્યાં ક્યાં જોર પડ્યું! બસ બોલવું જ હોય તમ તમારે તો ઘરે બોલોને...તમે મહેનત ના કરી શકો કે મુવી ન બનાવી શકો તો કાંઈ નહિ પણ એની પાછળ લોકોએ કરેલી મહેનતને તો તમે આવી રીતે ના આંકો!
ખરેખર કોઈપણ વસ્તુ પાછળ ક્રિટિક્સ હોવો જોઈએ પણ કોઈ એક વ્યક્તિ નહિ આપણાં દેશની સ્વતંત્ર જનતા-લોકો-પબ્લિક, જે એક ઘેટું ઊંધું ઘાલીને ચાલે તો તેણી જેમ બીજા પણ ન ચાલે એવી જનતા.
અને હા, ઘણી વખત એવું પણ બન્યું છે કે ક્રિટિક્સ એ જે ફિલ્મોની ટીકા કરી છે એ બ્લોક બસ્ટર પણ રહી છે.

Comments

Popular Posts