Skip to main content

New Post

 Realme 9 pro

ગઈકાલના આઈ પી સી 497 ના ચુકાદા અંગે

ગઈકાલે સુપ્રીમ કોર્ટે 158 વર્ષ જૂની આઈ પી સી 497 ને ગેરબંધારણીય ગણાવીને રદ્દ કરી અને કહ્યું કે પતિએ પત્નીનો માલિક નથી. અને પતિ-પત્ની સિવાય ત્રીજી વ્યક્તિ પણ આ ફ્રેમમાં આવી છે.
આ સુનાવણી દરમિયાન આ આઈ પી સીને રદ્દ કરતા જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યું કે "લગ્નેતર સંબંધોના કારણે લગ્નો ખરાબ થતા નથી, પણ ખરાબ લગ્નોને કારણે લગ્નેતર સંબંધો બને છે."
અને બીજું કે આવા અનૈતિક સંબંધોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરે તો જે વ્યક્તિ સાથેના અનૈતિક સંબંધને કારણે તેને આ પગલું ભરવું પડ્યું તેની સામે તે કેસ દાખલ કરી શકે છે.
તો શું સમાજમાં આવું પગલું ભરાય અને માણસ જ તેની લાગણીઓને દબાવીને જીવતો હોય પણ અંદરથી તેના પાર્ટનરના સંબંધોને લઈને રોજ મરતો હોય અને કંટાળી ને આ પગલું ભરે ત્યાં સુધી તેના માટે કોર્ટે રાહ જોવાની?
બીજું કે જજ સાહેબે આ ફેંસલો સંભળાવતા કહ્યું કે લગ્નેતર સંબંધો સમાજની દ્રષ્ટિએ યોગ્ય નથી..તો શું સંબંધો કાયદાની દ્રષ્ટિથી રચાય છે કે સમાજમાં બે વ્યક્તિની આપસી લાગણી અને પ્રેમના કારણે?
અને જ્યાં સુધી લગ્ન ખરાબ થવા માટે એક જ વ્યક્તિનો હાથ નથી હોતો, અને એમાં પણ કાયદાની દ્રષ્ટિએ 100% ના રેશિયો પ્રમાણે છોકરાંને દોષિત ઠેરવવામાં આવે છે...પણ આવું હકીકતમાં હોતું નથી, હા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો પૂરતું જરૂર હોય શકે પણ શહેરી વિસ્તાર માટે નહીં.
અને જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ ના કહેવા પ્રમાણે લગ્ન પછી મહિલાને સેક્સની સ્વાયત્તતાથી વંચિત ન રાખી શકાય..આ કાયદો બંધારણીય નૈતિકતા મુજબ હોવો જોઈએ અને તે એ લોકોને સજા કરે છે જે દામ્પત્ય સંબંધોથી નાખુશ છે. તો શું આ દાંપત્ય સંબંધો ફક્ત સેક્સ માટે જ હોય છે? અને એ સ્વાર્થ ખાતર જ લોકો પરવ્યક્તિ સાથે સંબંધ બાંધે છે?
અને શું દરેક લગ્નેતર સંબંધ માટે આ જ મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવે છે? એના માટે પોતાના પાર્ટનર તરફથી મળતી ઘૃણા, નફરત અને અવગણના ને કારણે પણ પરવ્યક્તિ તરફ આકર્ષિત થતી હોય છે, જે તેને નથી મળતી. પણ આ સમાજની દ્રષ્ટિએ ગુનો છે અને સમાજ તેણે ક્યારેય કબૂલ કરતો નથી.
ખાસ કરીને ભારત દેશમાં...પણ હવે કાયદાઓમાપન પશ્ચિમી દેશોનું અનુકરણ થવા જઈ રહ્યું છે સમાજ-પ્રેમ અને લાગણીઓની અવગણના કરીને.

Comments

Popular Posts