Skip to main content

New Post

 Realme 9 pro

મારા પ્રથમ પુસ્તકનું વિમોચન અને તેના વિશે થોડી માહિતી

અહીં આ સ્ટોરીમાં બે એવા યંગસ્ટર્સની વાત કરવામાં આવી છે, જેઓ હાઈ એજ્યુકેટેડ છે, સારા ફેમિલીમાંથી આવે છે પણ તેઓ પોતાના પ્રેમને લઈને   કન્ફ્યુઝ હોય છે. હા-ના કરતા આખરે તેમનો પ્રેમ મેરેજ સુધી તો પહોંચે છે, પણ  ત્યારબાદ પોતાના કેરિયર અને ફ્રેન્ડ સર્કલને લઈને કપલ વચ્ચે તાણ વધે છે. સાથે ગૃહસ્થીને લઈને પણ ઘણા પ્રૉબ્લેમ્સ ઉભા થાય છે ફેમિલીમાં અને આ જ રીતે બન્ને ફેમિલી વચ્ચે પણ કડવાશ આવી જાય છે. લવ-કમ- એરેન્જ મેરેજ હોવા છતાં અને તેઓ ઘણા વર્ષોથી એકબીજાને જાણતાં હોવા છતાં તેમણી વચ્ચે નફરત ઉભી થઇ જાય છે. મેરેજના માત્ર 6 મહિનામાં જ ઘણા બધા એવા બનાવો બને છે જેમાં માત્ર ને માત્ર એકતરફી પ્રેમ અને ફેમિલી ભાવના જ છે, પણ બન્નેના દ્રષ્ટિકોણ અલગ-અલગ છે. અને આ સ્ટોરી પણ યનગસ્ટર્સને ધ્યાનમાં લઈને જ લખવામાં આવી છે. આ બુક 23 ઓગસ્ટના રોજ રેડ એફ એમ, વડોદરા ખાતે લોન્ચ કરવામાં આવી.







Comments

Popular Posts