Skip to main content

New Post

 Realme 9 pro

મિત્રો પહેલાં તો સ્વતંત્રતા દિવસની શુભકામના. આજે આપણે 72 મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છે, પણ આજે 2018 માં કેટલું મહત્વ રહ્યું છે આ દિવસનું?
બસ એજ કે આ દિવસ ફક્ત સરકારી કર્મચારીઓ માટે અને સરકારી સ્કૂલો પૂરતો જ સીમિત રહ્યો અને યુવાવર્ગમાં વોટ્સએપ-ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પૂરતો જ સીમિત રહ્યો છે. સવારથી કે આગલા દિવસથી ત્રિરંગા ના ફોટોગ્રાફ્સ ને પોતાના ડીપી માં સેટ કરીને કે એકબીજાને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપતા ગ્રીટિંગ્સ મેસેજ સેન્ડ કરીને આખો દિવસ પસાર થઇ જાય છે. અને હાલની જનરેશનના બાળકો પણ આ જ વસ્તુ શીખે છે. હાલ સિટીની નાની તથા મોટી સ્કૂલોમાં  ભણતા બાળકોએ ક્યારેય સાચું ધ્વજ વંદન કે તેનો પ્રોગ્રામ જોયો કે માણ્યો જ નથી, તેઓ બસ યુટ્યુબમાં વીડિયો જોઈને કે ટીવીમાં  લાઈવ પ્રોગ્રામ જોઈને જ સમજી લે છે કે આ આપણો સ્વતંત્રતા દિવસ. હવે એ દિવસો જ નથી રહ્યા કે એવી વ્યક્તિઓ પણ હાજર રહી નથી કે જેના લીધે આ દિવસને લઈને મનમાં ઉત્સાહ અને ઉમંગ રહે. દસથી પંદર દિવસ પહેલા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીઓ, ગ્રુપ તૈયાર કરવા, સ્કૂલની સામુહિક સફાઈ, સ્પોર્ટ્સ કોમ્પીટીશન... એ લાબું લિસ્ટ. એક વિક પહેલા જ ગામની શેરીઓમાં પ્રભાત ફેરી ફરવી અને સ્વતંત્રતા દિવસની વહેલી સવારથી જ દેશભક્તિના ગીતો અને એ પણ આજની જેમ ડીજે કે લાઉડ સ્પીકરની જગ્યાએ એ એલ્યુમિનિયમ ના ભૂંગળા પર...પણ તેનો ઉત્સાહ જ કંઈ અલગ હતો. ગમે તેવો અભણ નેતા પણ પોતાના આદર્શવાદી ઉદાહરણો અને વાણીથી પોતાની દેશભક્તિ વ્યક્ત કરી જતો. ગામના સરપંચથી લઈને સરકારી કચેરીના અધિકારીને મુખ્ય અતિથિ તરીકે અને ગામના તમામ નાના તથા મોટાઓ ભેગા થઈને ઉજવતા આ સ્વતંત્રતા દિવસ અને એને એક પર્વ બનાવતાં.
હા, સાથે જ બધો પ્રોગ્રામ પૂરો થઈ જતા એ ખાટી મીઠી ગોળીઓની વહેંચણી તો ખરી જ....
15મી ઓગસ્ટ અવતાની સાથે જ અન્ય ફેસ્ટિવલસનું પણ આગમન થઈ જાય એટલે વાતાવરણ કંઈ અલગ જ લાગતું હતું.
આવો ઇન્ડિપેન્ડન્સ ડે આજની જનરેશનને ક્યારેય જોવા નહીં મળે.

Comments

Popular Posts